Food News: નાસ્તામાં બનાવો મગ દાળના પુડલા, જાણો અહીં રેસિપી

admin
1 Min Read

Food News: નાસ્તામાં ચા સાથે ગરમા ગરમ પુડલા હોય તો કહેવું જ શું. આજે મગ દાળના પુડલા કેવી રીતે બનાવવા તે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. આ પુડલાને ટેસ્ટી અને સ્વાદિસ્ટ બનાવવા માટે અહીં આપેલી રેસિપીના દરેક સ્ટેપ ફોલ કરો.

મગ દાળના પુડલા બનાવવાની સામગ્રી

  • મગની દાળ,
  • ડુંગળી,
  • ટામેટા,
  • હળદર,
  • લીલા મરચાં,
  • ધાણાજીરું,
  • મીઠું,
  • ચીઝ,
  • બેકિંગ સોડા,
  • ઘી કે તેલ.

મગ દાળના પુડલા બનાવવાની સામગ્રી

સ્ટેપ- 1

સૌથી પહેલા મગની દાળને આખી રાત પાણીમાં પલાળી દો.

સ્ટેપ- 2

હવે પલાળેલી દાળને બારીક પીસીને બેટર તૈયાર કરો અને બેટરમાં મીઠું, મરચું અને હળદર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં ગરમ કરીને તેના ઘી કે તેલ લગાવીને બેટરને ગોળ આકારમાં ફેલાવી દો.

સ્ટેપ- 4

હવે તેના પર ડુંગળી, ટામેટા, ચીઝ, કોથમરી અને મરચું ઉમેરો.

સ્ટેપ- 5

હવે પુડલાને બંને બાજુથી સારી રીતે તળી લો. તૈયાર છે તમારા મગની દાળ પુડલા તમે તેને ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

The post Food News: નાસ્તામાં બનાવો મગ દાળના પુડલા, જાણો અહીં રેસિપી appeared first on The Squirrel.

Share This Article