પાટણ-ડેર ગામ ખાતે સમૂહલગ્નનું કરાયું આયોજન

Subham Bhatt
2 Min Read

સમાજના જરૂરીયાત મંદ પરિવારની દીકરીઓ એક મંડપ નીચે સપ્તપદીના સાત ફેરા ફરી પોતાના નવજીવનની શરૂઆત કરી શકે તેવા ઉદ્દેશથી સોમવારના રોજ પાટણ ડેર ગામના યુવા આગેવાન દરબારમંગાજી પનાજી દ્વારા સમુહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દરબાર મંગાજી પનાજીદ્વારા આયોજિત કરાયેલા આ સમૂહ લગ્નોત્સવ માં 35 નવદંપતિઓએ સમાજની સાક્ષીએ અને સમાજનારીતરિવાજ મુજબ સંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલા માંડયા હતા.આ સમૂહલગ્નમાં જોડાનારતમામ નવદંપતીઓને દરબાર મંગાજી પનાજી દ્વારા હિન્દુ સંસ્કૃતિના મહાન ગ્રંથ ભગવતગીતા અનેતુલસીના ક્યારા ની ભેટ ધરી સમૂહ લગ્નની વિભાવનાને ચરિતાર્થ કરવા તેમજ સમાજમાંથી કુરિવાજોઅને ખોટા ખર્ચ બંધ થાય અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી વ્યસન મુક્ત બને તેવાં ઉદ્દેશ ને મંત્રમુગ્ધ કરવા પોતાની દીકરીને પણ આ સમૂહ લગ્નમાં સપ્તપદીના સાત ફેરા ફેરવીને સમાજમાં આગવો મેસેજ પ્રદાન કર્યો હતો.

Mass wedding planned at Patan-Der village

તેઓએ સમૂહલગ્નમાં જોડાનાર તમામ દીકરીઓ પોતાની હોવાનું જણાવી તેમને જ્યારેપણ કોઈપણ પ્રકારની જરૂરત ઊભી થાય ત્યારે તેઓના દરવાજા હંમેશા આ દીકરીઓ માટે ખુલ્લા રહેશેતેવું જણાવી સમાજને પણ આવા સમુહ લગ્નોત્સવના આયોજન કરી સમાજની વિભાવનાને ચરિતાર્થકરવા અપીલ કરી હતી.પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડ દેસાઈએ પણ રૂપિયા51000 નું દાન લગ્નગ્રંથીએ જોડાયેલ નવદંપતીને અર્પણ કર્યું હતું. સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતીઓને સમાજના સંતોએ ઊપસ્થિત રહી રૂડા આશીર્વાદ આપી નવ જીવનની શુભકામનાઓપાઠવી હતી. ડેર ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા સ્વર્ગસ્થ દરબાર પનાજી જોધાજીપરિવારના યુવા અગ્રણી દરબાર મંગાજી પનાજી સહિતના ગામના યુવાનો,વડીલો સાથે ભાજપ અગ્રણી વિનયસિંહ ઝાલા સહિતના આગેવાનો એ જહેમત ઉઠાવી પ્રસંગને દિપાવ્યો હતો

Share This Article