પાટણ- બલવાસ કિચન નોન વેજ હોટેલના પાછળના ભાગેથી ગૌ અવશેષ મળ્યા

Subham Bhatt
1 Min Read

પાટણ-ડીસા હાઈવે પર આવેલા સરસ્વતી તાલુકાના વદાણી ગામની નજીક બલવાસ કિચન નોન વેજ હોટેલના પાછળના ખેતરમાં તાજેતરમાં ગૌ માતાની હત્યા કરી હોય તેના અવશેષ મળી આવ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા ગૌ ભક્તો દ્વારા વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવા ગયેલા જ્યારે પોલીસ દ્વારા જાણવા જોગ લઇ યોગ્ય તપાસની ખાતરી આપી છે

Patan- Cow remains were found at the back of Balwas Kitchen Non Wedge Hotel

વાગડોદના ગૌસેવકો દ્વારા ગૌ હત્યા કરનાર આરોપીઓ વિરોધ ખુન કેસનો ગુનો દાખલ કરી તાત્કાલિક અસરથી સજાકરવામાં આવે એ સાથે કલેક્ટરને રજૂઆત કરાવામાં આવી છે. ગૌસેવક કિશન દેસાઈએ જણાવ્યું હતું કે, જે તો જે સ્થળ ઉપરઆ ઘટના બની છે, ત્યાં ગૌ સેવકો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે અને આગામી 28મીએ વદાણી સંપૂર્ણપણે બંધ રહે તેવી જાહેરાત કરવામાં આવી હતી.જો નહીં રહે તો બંધ કરાવીશું.

Share This Article