પાટણ- ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

Subham Bhatt
2 Min Read

આરોગ્યનગરી તરીકે આગવી ઓળખ ઉભી કરનાર પાટણ શહેરમાં અંદાજિત રૂ.૩ કરોડનાં ખર્ચે નવનિમૉણ પામેલ પાટણઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત તપસ્વી અરવિંદભાઈ પટેલ રેડક્રોષૅ ભવન,ડો.મોહનભાઈ એસ.પટેલ બ્લડ બેંક,ઈન્દિરાદેવદત્ત જૈન ડાયગ્નોસ્ટિક સેન્ટર તેમજ ડો.હેમચંદ્રભાઈ વિરાભાઈ પટેલ દાંત અને આંખ વિભાગ સહિત ની આરોગ્યલક્ષીસેવાઓ જરૂરિયાત મંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ દ્વારા અધતનટેકનોલોજી સાથે કાયૅરત કરવામાં આવેલ લેબોરેટરી અને કેન્દ્ર સરકાર દ્વારા ટુંક સમયમાં પ્રાપ્ત થનાર બ્લડ ડોનેટ એમ્બ્યુલન્સવાન સહિત અન્ય આરોગ્ય લક્ષી સેવાઓની માહિતી પ્રદાન કરવા સોસાયટી નાં કાયૅવાહકો દ્વારા મંગળવારે રાત્રે પાટણનાઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો સહિત પાટણનાં જાણીતા તબીબો સાથે વિચાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાંઆવ્યું હતું.બેઠકની શરૂઆતમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના સેક્રેટરી ડો.મોનિષ શાહે શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત સૌને આવકાર્યા હતા.

Patan- Press conference held by Indian Red Cross Society

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના ચેરમેન ડો.જે.કે.પટેલે પાટણ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નીઆરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે જાણકારી પ્રદાન કરી કોરોના ની મહામારી દરમિયાન કરવામાં આવેલ સેવાઓ, બ્લડ ડોનેટ નીકામગીરી બદલ સોસાયટી ને મળેલ એવોર્ડ બાબતે ની જાણકારી આપી હતી.ડો.મોહનભાઈ પટેલે પાટણ ઈન્ડિયન રેડક્રોષૅસોસાયટી સંચાલિત અધતન ટેકનોલોજી સાથે કાયૅરત બ્લડ બેંક અને કેન્દ્ર સરકાર દ્વારા ટુંક સમયમાં પ્રાપ્ત થનાર બ્લડ ડોનેટએમ્બ્યુલન્સ વાન ની માહિતી આપી લોકો વધુ માં બ્લડ ડોનેટ કરી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ બનવા અને પ્રસંગોપાત બ્લડડોનેશન કેમ્પ નાં આયોજન કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલા સિનિયર પત્રકાર રાજુભાઈ સોની એપાટણ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ની આરોગ્ય લક્ષી સેવાઓની સરાહના કરી રૂ.૧૧ હજારની સખાવત જાહેર કરી આગામીદિવસોમાં પાટણ શહેર અને જિલ્લાના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ને સહિયોગી બનવા પાટણ જિલ્લાનું મિડીયા હંમેશા તત્પર બની રહેશે તેવી ખાતરી આપી હતી.

Share This Article