પાટણ-એસ.ટી. બસના ડ્રાઇવરે મહિલા મુસાફરની છેડતી કરી

Subham Bhatt
2 Min Read

પાટણના સમી એસ.ટી. બસ સ્ટેન્ડે વહેલી પરોઢે પાંચ વાગ્યે સુરતથી રાધનપુર જતી બસના ડ્રાઇવરની પોલીસેઅટકાયત કરી છે. આ ડ્રાઇવરે સુરતથી બસમાં આવતી મહિલા મુસાફરની છેડતી કરી હતી. ડ્રાઇવરે બસ કંડક્ટરનેચલાવવા આપીને મહિલાની છેડતી કરતા મહિલાએ પોલીસને જાણ કરી હતી. મૂળ સમી તાલુકાનાં વાવલ ગામનાંવતની અને સાસરું ધરાવતી અને હાલ તેમનાં સુરતના ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી પતિપાસે રહેતી 22 વર્ષની એક યુવતી તેની જેઠાણીનાં સિમંત પ્રસંગમાં હાજરી આપવા 18 મીએ રાત્રે સુરતથી રાધનપુરજતી એસ.ટી. બસ નં. (GJ-Z-1945)માં બેસીને પોતાનાં વતન સમીનાં વાવલ ગામે જવા માટે આવી રહી હતી.આ બસ રાત્રે ત્રણ વાગે વિરમગામ પહોંચી તે પછી બસનાં ચાલકે પોતે બસ ચલાવવાનાં બદલે બસનાં કંડકટરનેબસનું સ્ટિયરીંગ સોંપી દઇને પોતે બસની કંડકટર સીટ ઉપર આવી બેઠો હતો. આ બસમાં મહિલા ઉપરાંત પાંચેકમહિલા અને 8 પુરુષ મુસાફરો બેઠા હતા. થોડીવાર પછી બસનાં ડ્રાયવરે ઉભા થઇને ઉપરોક્ત યુવતી જે સીટમાં બેઠી હતી તેની આગળની સીટમાં બેઠેલા પુરુષ મુસાફરનું ટી શર્ટ ખેંચ્યું હતું.

Patan-ST The bus driver teased the female passenger

જેથી આ મુસાફરે તેની સીટ બદલી નાંખીહતી સવારે પાંચ વાગે આ બસ શંખેશ્વરથી સમી તરફ આવતી હતી ત્યારે બસ ડ્રાયવરે બદદાનતથી યુવતીનો દુપટ્ટોખેંચ્યો હતો. જે જોઇને અન્ય મુસાફરોએ તેને બચાવી હતી. ડ્રાઇવરને સમજાવીને બેસાડી દીધો હતો અને બસનોદરવાજો બંધ કરી દીધો હતો. આ વખતે આ યુવતિએ હેલ્પલાઇન ‘1091’ પર મદદ માટે પોલીસને ફોન કરતાં તેમણેકહેલું કે, અમને આવતાં હજુ વાર લાગશે તમે પોલીસને જાણ કરવાનું કહેતાં યુવતિએ પોતાનાં પતિને ફોન કરી જાણકરતાં પતિએ પાટણ જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી તેનો ફોન નંબર આપતાં યુવતીએ પોલીસ કંટ્રોલરૂમનેજાણ કરી હતી. બાદમાં આ બસ સમી બસ સ્ટેન્ડે પહોંચતા સવારે પાંચ વાગે સમી પોલીસ અહીં આવી પહોંચી હતીને બસનાં ચાલકને પકડીને લઇ ગઇ હતી. પોલીસે બસના ડ્રાઇવરનું નામ પૂછતાં તેનું નામ મહંમદ રજાક અનવરભાઇ ઘાંચી (રહે. રાધનપુર) હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે સમી પોલીસે મહિલા મુસાફરની ફરીયાદનાં આધારે તેની સામે આઇ.પી.સી. 354(એ) મુજબ ગુનો નોંધ્યો હતો.

Share This Article