હિંમતનગરને અડીને આવેલ હાજીપુર ગામની સીમમાં ગેસ્ટ હાઉસના સ્વરૂપમાં ધમધમતાં કુટણખાનામાં ડમી ગ્રાહક મોકલીને લોહીનો વેપાર કરતાં પિતા-પુત્ર અને ત્રણ ગ્રાહકોને ઝડપી પાડવા સહિત દેહવ્યાપારના દોઝખમાં ધરબાયેલ યુવતી અને દેહવ્યાપાર થકી કરેલ રૂ.29,200 ની આવક કબ્જે લઇ ગુનો નોંધી પ્રોબેશનલ ડીવાયએસપી વી.એમ.રબારીએ વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે હિંમતનગર શહેરમાં આવેલી સાબર ડેરી પાસે આવેલા ક્રિષ્ના ગેસ્ટ હાઉસમાં પોલીસે રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે ત્યાં દેહવ્યાપાર ચલાવવામાં આવે છે. એ ડિવિઝન પોલીસે રેડ કરીને ગેસ્ટ હાઉસના માલિક સહિત પાંચ લોકોની પકડ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બેશનલ ડીવાયએસપી વી.એમ.રબારીને સચોટ બાતમી મળી હતી કે હિંમતનગર અમદાવાદ હાઇવે પર હાજીપુર ગામની સીમમાં આવેલ ક્રિશ્ના ગેસ્ટ હાઉસના સંચાલકો દેહવ્યાપાર સાથે જોતરાયેલ યુવતીઓના સંપર્કમાં છે અને યુવતીઓના ફોટા ગ્રાહકોને મોકલી તેમની પસંદ પ્રમાણે બોલાવી ગેસ્ટહાઉસમાં લોહીના વેપારનો અનૈતિક ધંધો ચલાવી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
