ઈડરમાં જાણે ખેડે તેની જમીન જેમ અત્ર, તત્ર, સર્વત્ર દબાણકારોનો રાફડો ફાટયો છે ત્યારે હાલમાં તંત્રે ફરી એકવાર દબાણો હટાવવા મન બનાવ્યું છે. ઈડર નગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાંત કચેરી સામે કરવામાં આવેલ ગેરકાયદે દબાણોને હટાવવામાં આવતા એક સમયે ભારે હોબાળો પણ મચ્યો હતો. લારી,ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવતા દબાણકારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, ઈડરમાં નગરપાલિકાએ દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત આ કામગીરી હાથ ધરી હતી. આ પહેલા પણ પાલિકા તંત્રએ ઓગસ્ટ મહિનામાં ૪૦૦ કરતાં વધુ કાચા-પાકા દબાણો હટાવી દઇ શહેરના મુખ્ય તથા આંતરિક માર્ગો ખુલ્લા કર્યા હતા. ત્યારે ઈડરમાં નગરપાલિકાએ પોલીસ તથા વહિવટી તંત્રની મદદ વડે ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ આરંભી છે. તેમજ આગામી દિવસોમાં પણ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી યથાવત રહેશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -