ફૂટબોલર્સમાં વધતી વય સાથે માથાની બીમારીનું જોખમ

admin
1 Min Read

ફૂટબોલ પ્રેમીઓ માટે મેચ દરમિયાન હેડરનો રોમાન્ચ એવો જ હોય છે, જેવો ક્રિકેટમાં બાઉન્સર માટે હોય છે. જેના થકી ખેલાડીઓની માનસિક અને શારીરિક તાકાત જાણવા મળે છે. આ સાથે જ મેદાન પરનું એગ્રેસન લેવલ વધી જાય છે. પરંતુ પોતાની સ્પોર્ટ્સ કરિયર દરમિયાન મેદાન પર કરેલા તમામ હેડર્સ વધતી વય સાથે ફૂટબોલર્સ માટે એક સમસ્યા તરીકે સામે આવે છે. એક રિસર્ચથી જાણવા મળ્યું છે કે ફૂટબોલર્સમાં ઉંમરના અંતિમ તબક્કામાં માથા અને મગજ સંબંધિત બીમારીઓનું જોખમ સામાન્ય લોકો કરતા 3 ગણું વધારે રહે છે. આ જોખમ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ બીમારીઓમાં ડિમેન્શિયા, અલ્જાઈમર, ન્યૂરૉન સંબંધિત બીમારીઓ, અને પર્કિંસનનો સમાવેશ થાય છે. ગ્લાસગો યુનિવર્સિટીએ આ જ વિષય પર રિસર્ચ શરૂ કરી હતી. રિસર્ચ 7676 ફૂટબોલર્સ અને 23 હજાર અન્ય લોકો પર કરવામાં આવી હતી. જેમાં જેફ એસ્લેના પરિવારને પણ સામેલ કરવામાં આવ્યો હતો. જેનું પરિણામ સામે આવ્યું કે, માથા વડે બોલનો સામનો કરવાના કારણે ફૂટબોલર્સ પર ગંભીર અસર જોવા મળે છે. ગ્લાસગોના ન્યૂરોલોજીસ્ટ સ્ટીવાર્ટે કહ્યું કે,’ફૂટબોલર્સમાં ન્યૂરો સંબંધિત સમસ્યા વધી છે. પરંતુ એક્ટિવ લાઈફસ્ટાઈલના કારણે હાર્ટ સંબંધિત, કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે.’

Share This Article