દિવસમાં 150 ગ્રામ બ્લૂબેરીનું સેવન કરવું હિતાવહ

admin
1 Min Read

મેદસ્વિતા અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગ ધરાવતા લોકો માટે એક રાહતનાં સમાચાર સંયુક્ત અરબ દેશથી આવ્યા છે. આ દેશની નોર્વિચ મેડિકલ સ્કૂલ દ્વારા કરવામાં આવેલાં એક રિસર્ચમાં પુરવાર થયું છે કે બ્લૂબેરીનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગનું જોખમ ઘટાડી શકાય છે. રિસર્ચમાં હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ શુગર અને હાઈ ફેટ જેવાં મેટાબોલિક સિન્ડ્રોમ માટે જવાબદાર પરિબળો પર બ્લૂબેરીનું સેવન કરવાથી પડતી અસરનું અવલોકન કરવામાં આવ્યું હતું.

આ રિસર્ચમાં મેટાબોલિક સિન્ડ્રોમ ધરાવતા 50થી 45 વર્ષની વયના 138 ઓવરવેટ વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં તમામ લોકોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાંથી એક ગ્રૂપનાં લોકોને દિવસમાં 150 ગ્રામ અને અન્ય ગ્રૂપનાં લોકોને દિવસમાં 75 ગ્રામ બ્લૂબેરીનું સેવન કરવા માટે કહેવામાં આવ્યું હતું. રિસર્ચમાં સામે આવ્યું કે 150 ગ્રામ બ્લૂબેરીનું સેવન કરતાં લોકોમાં 75 ગ્રામ બ્લૂબેરીનું સેવન કરતાં લોકોની સરખામણીએ કાર્ડિયોવાસ્ક્યુલર રોગનું જોખમ 12થી 15% ઓછું જોવા મળ્યું હતું. તેનાથી પુરવાર થાય છે કે મેદસ્વિતા ધરાવતા લોકોએ સામાન્ય લોકોની સરખામણી કરતાં બ્લૂબેરીનું સેવન વધારે કરવું જોઈએ.

Share This Article