સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા પ્રાથમિક શાળાના 2 શિક્ષકા બહેનો માટે નિવૃત્તિ સમારંભ યોજાયો હતો. વિજયનગર તાલુકાના ચિઠોડા ગામની પ્રાથમિક શાળા નંબર. 2માં ફરજ બજાવતા શિક્ષિકા બહેન ઇન્દીરાબેન ડી બારીયાની વયમર્યાદા પૂર્ણ થતાં આજ રોજ ચિઠોડા પ્રાથમિક શાળા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સમારંભમાં અધ્યક્ષ સ્થાને ચિઠોડા સરપંચ ભુરજીભાઈ કોટવાલ હાજર રહ્યા હતા અને પ્રાથમિક શિક્ષણ સંગના સહ મંત્રી કમલેશભાઈ પરમાર, ચિઠોડા જૂથ મંત્રી બી.પી ડાભી તથા ગામના લોકો આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગેરૂપે શાળા પરિવાર તરફથી સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્દીરાબેન બારીયાની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગને અનુરૂપ શાળાના આચાર્ય સી. કે પટેલને ઈન્દિરાબેનની કામગીરીનું પ્રવચન આપ્યું હતું. જેઓને 35 વર્ષ અને 6 માસ ફરજ બજાવી છે. જેઓ બાળક પ્રત્ય ખૂબ લગાવ ધરાવતા હતા અને શાળા પરિવાર વતીથી ખૂબ ઉત્સાહીક પૂર્વક ઈન્દિરાબેનને વિદાય આપી હતી અને આગળનું જીવન ખૂબ સુખ, સમૃદ્ધિમય બની રહે તેવું આશ્વાસન આપ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
