બોરવેલ એસોસિએશને ડીઝલના ભાવ સતત વધી રહ્યા હોવા છતાં ભાર વાહક વાહનોનું ભાડું ન વધતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જતા લોકોના બુરી દિન શરૃ થયા હોય તેમ જણાય રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે અન્ય જીવન જરૃરી ચીજવસ્તુ પણ મોંઘી થવાની શકયતા છે તેથી હજુ લોકોની મૂશ્કેલી વધશે તેમ જાણકારો જણાવી રહ્યા છે. હાલ મોંઘવારીના કારણે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી લોકોની હાલત છે. ત્યારે બોરવેલ એસોસિએશને એક બેઠક યોજી હતી તેમાં જણાવ્યું હતું કે ડીઝલમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. તેમ છતાં રેતી-કપચી અને મેટલનું વહન કરતા ટ્રક-ડમ્પર સહીત ભાર વાહક વાહનોના ભાડામાં વધારો ન થતાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓની હાલત કફોડી બની છે. ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી હવે વધુ નુકશાન સહન કરવું પડી રહ્યું છે. આથી ભાવ વધારો નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં ક્વોરી ઉદ્યોગ અને વિકાસના કામોને માઠી અસર પહોંચી શકે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -