સાબરકાંઠા : તાલુકામાં વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યું

admin
1 Min Read

તલોદ તાલુકામાં મંગળવારની રાત્રિના આઠ વાગ્યાથી સવાર સુધીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આ સમયગાળામાં જોરદાર પવન ફૂંકાયો હતો અને વીજળીના ચમકારા અને કડાકા સાથે વ ત્રણ ઇંચની આસપાસ વરસાદ તલોદ તાલુકામાં પડ્યો હતો. તલોદ તાલુકાના તાજપુર ગામમાં વહેતી મેશ્વો નદીમાં બંને કાંઠે પાણી આવી ગયું હતુ. આજુબાજુના ગામના લોકો નદીને જોવા ઉમટી પડ્યા હતા. તલોદ તાલુકાના અંબાજીના મુવાડા અદાપુર ગામે રાત્રે લુણી નદી બે કાંઠે થતાં કોઝ વે ધોવાતા પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. દર વર્ષે ચોમાસામાં નદીમાં પાણી આવવાના કારણે તકલીફનો સામનો કરવો પડે છે તલોદ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારીયા એ રજૂઆત કરતા કલેકટરને રજૂઆત કરી હતી અને ગાંધીનગર યોજના વિભાગમાં રજૂઆત કરી હતી.સત્વરે તંત્ર દ્વારા પુલ બનાવવા માંગ ઉઠી હતી. તો બીજી બાજુ ગોરઠીયા ડેમ ઓવરફલો થતા ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડતાની સાથે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઇ ગઇ હતી.

Share This Article