સાબરકાંઠા : ઇડર તાલુકાના લાલપુર ગામે ગટરના પાણી ભરાયા

admin
1 Min Read

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ કહેર વર્તાવતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં મુશળધાર વરસાદના કારણે હિંમતનગર અને વિજયનગરમાં ૦૮ ઇંચ વરસાદ તૂટી પડયો હતો. સોમવારે મોડી રાતે ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે હિંમતનગરની હાથમતી નદીમાં પુર આવતા નદી બે કાંઠે વહેતી જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. હિંમતનગરમાં ૧૮૯, વિજયનગરમાં ૧૭૦, ઇડરમાં ૧૨૬, પ્રાંતિજમાં ૧૦૨, ખેડબ્રહ્મામાં ૬૭, વડાલીમાં ૭૦, પોશીનામાં ૫૬, જયારે તલોદ પંથકમાં ૫૧ મીમી વરસાદ પડયો હતો. લાલપુર, જાંબુડી, સુરજપુરા, હિંમતપુર જવાનો રસ્તો બંધ થઇ ગયો હતા. તો હાલમાં પણ લાલપુરમાં વોર્ડ નંબર 1માં પાણી ભરાયાની ઘટના સામે આવી છે. ગટરના પાણી લીકેજના કારણે બહાર આવી રહ્યા છે. પ્રદુષિત પાણીના કારણે આજુબાજુમાં રહેતા લોકોને અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો અડે છે. આ બાબતની પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવામાં આઇવ છે છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી.

 

Share This Article