ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે બાદ બરકાંઠા જીલ્લાના હિંમતનગર, પ્રાંતિજ,ઇડર, તલોદ અને વડાલી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બપોરે બે કલાક દરમ્યાન જીલ્લામા વરસાદ વરસવાને લઇને લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. છેલ્લા બે દીવસથી અસહ્ય ઉકળાટ બાદ જીલ્લામાં ફરી એકવાર મેઘરાજાની સવારી સાબરકાંઠાના વિવિધ તાલુકામાં ફરી હતી. જેને લઇને સ્થાનિક લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. હિંમતનગર શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા માત્ર બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબકવાને લઇને શહેરની નગરપાલીકા વિસ્તારના માર્ગો તેમજ સબ જેલ અને ન્યાયમંદીર વિસ્તાર સહીત મહાવિરનગરમાં પાણી ભરાયા હતા.રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા..
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -