સાબરકાંઠાના ઈડરમાં મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગની નજીકમાં જ અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને અસ્થિ ભંગ સુધીની ઇજાઓ પહોંચે છે. ત્યારે ઈડર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઈડર પ્રાંત અધિકારીની સુચના બાદ નગરપાલિકાના કર્મચારીઓએ રખડતા ઢોરોને પકડી ઈડરની પાંજરાપોળમાં ખસેડ્યા હતા. નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકોએ પણ નગરપાલિકાની આ કામગીરીને વખાણી હતી. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો રખડતા ઢોરોને પકડવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. ત્યારે આખરે ઈડર પ્રાંત અધિકારીની સૂચના બાદ નગરપાલિકા હરકતમાં આવી હતી અને રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં ખસેડ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -