ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેટ હાઇવે નજીક લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેટ હાઇવે નજીક કોઇ અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ ઘટનાની પોલીસને જાણ કરાતા તેઓ તાત્કાલિક સ્થળે આવી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને જોવા માટે સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ખેડબ્રહ્મા શહેર પોલીસને જાણ થતાં પોલીસ ધટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં લાશ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં મુકવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ખેડબ્રહ્મા શહેરની માધ્યમથી પસાર થતી હરણાવ નદીમાંથી એક આશાસ્પદ યુવકની લાશ મળી આવી હતી. હરણાવ નદી નજીકના કોઝવેમાં ઉંડો ખાડો હોઇ ત્યાં યુવકની લાશ મળી આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
