સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગર પાલિકા દ્રારા પ્રાંતિજ ત્રણ રસ્તાથી રેલવેસ્ટેશન સુધીના ફુટપાથ ઉપર ઉભેલ લારી ગલ્લાઓ હટાવવાની કવાયત હાથ ધરી હતી જેમા પ્રાંતિજ નગર પાલિકા દ્રારા એપ્રોચરોડ અને ભાંખરીયા વિસ્તાર માંથી લારી-ગલ્લાઓ હટાવ્યા અને રેલ્વે સ્ટેશન વિસ્તાર મા લારી-ગલ્લાઓ ના હટાવવામા આવતા પ્રાંતિજ નગર પાલિકા ની વ્હાલા દોહલા નિતી સામે આવી છે. પ્રાંતિજ નગરપાલિકા દ્રારા પ્રાંતિજ નેશનલ હાઇવે ત્રણ રસ્તા થી ભાંખરીયા બસસ્ટેશન તથા રેલવેસ્ટેશન વિસ્તાર મા આવેલ ફુટપાથ ઉપર રહેલ લારી-ગલ્લાઓ હટાવવાની કવાયત હાથધરી હતી
જેમા પ્રાંતિજ પાલિકા દ્રારા એપ્રોચરોડ ભાંખરીયા બસસ્ટેશન વિસ્તાર માંથી ફુટપાથ ઉપર આવેલ લારી-ગલ્લાઓ હટાવવામા આવ્યા પણ રેલવેસ્ટેશન વિસ્તાર મા હજુએ ફુટપાથ ઉપર થી લારી-ગલ્લાઓ હટાવવામા ના આવતા હાલતો પ્રાંતિજ નગર પાલિકા ની વ્હાલા દોહલા નિતી સામે આવી છે ત્યારે એપ્રોચરોડ ઉપર થી લારીઓ ઉઠાવી દેવામા આવતા લારીઓમા વેપાર કરતા કેટલાક લારી માલિકો જણાવી રહ્યા છે કે પ્રાંતિજ નગર પાલિકાએ પહેલા બજાર માંથી ફુટપાથ ઉપર મોકલ્યા અને હવે ફુટપાથ ઉપર થી અમને કાઢતા અમે બેરોજગાર બન્યા છીએ તો બીજીતરફ પ્રાંતિજ નગર પાલકા દ્રારા રેલવેસ્ટેશન વિસ્તાર મા ફુટપાથ ઉપર થી લારી-ગલ્લાઓ હટાવવામા ના આવતા આ વ્હાલા દોહલા ની નિતી સામે બેરોજગાર બનેલ લારી-ગલ્લાઓ ના વેપારીઓનો પ્રાંતિજ નગર પાલિકા સામે હાલતો રોષ જોવા મળી રહ્યો છે…
