સાબરકાંઠાનાં પીપલોદીથી નીકળી રેલી

admin
1 Min Read

ગુજરાત કિસાન સભા દ્વારા ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો, વિમા યોજના અને વીજળી સહિતના પ્રશ્નોને લઈને જેલ ભરો આંદોલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. ખેડૂતોની મુખ્ય સમસ્યા પોષણ ક્ષમ ભાવ મળતા નથી તે હતી. ખેડૂતોને દોઢા ભાવ મળતા નથી. તેમજ હજારો-કરોડોના પ્રીમિયમ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવે છે પરંતુ પાક નિષ્ફળતા સમયે નહિવત પાક વીમો આપવામાં આવે છે અથવા તો બિલકુલ અપાતો પણ નથી. ખેતી ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં દૂધના ભાવમાં થયેલ ફેરફારના કારણે પીપલોદીથી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. સુત્રોચાર સાથે આ રેલી કાઢવામાં આવી હતી. જેમાં કિસાનો પોતાના હકો અને દૂધના ભાવ ફેર માટેનાં સુત્રોચાર કરતા જોવા મળ્યા હતા. ભાવફેર 3.3 ટકા અપાતા કિસાનોમાં રોષ જોવા મળ્યો હતો. જેના સંદર્ભમાં આ રેલી કાઢવામાં આવી હતી.

Share This Article