સાબરમતી નદીમાં આવ્યા નવા નીર

admin
1 Min Read

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ ચાલી રહી છે જેમાં આ વખતે લગભગ તમામ વિસ્તારમાં તોફાની વરસાદ પડયો છે ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ પડવાને કારણે ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. માણસા તાલુકાના લાકરોડા ગામ પાસે નદીમાં પાણી આવતા સાબરમતી બે કાંઠે વહેતી થઇ જેને વધાવવા માટે સ્થાનિકો અને ગ્રામજનો ઉમટયા છે.છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જુન અને જુલાઇ માસમાં કોરા રહેલા ઉત્તર ગુજરાતમાં પણ ચાલુ સપ્તાહમાં સારો વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામા ભારે વરસાદ પડવાને કારણે તેની અસર ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં જોવા મળી છે.ધરોઇ ડેમમાં આવક વધી રહી છે જેના કારણે અહીંથી પાણી છોડવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ધરોઇમાંથી પાણી છોડવામાં આવે તે સીધુ સાબરમતી નદીમાં પહોંચે છે. જેના કારણએ ગાંધીનગર જિલ્લામાંની સાબરમતી નદીમાં નવા નીર ઉમેરાય છે. આ વખતે ઉપરવાસમાં સારા વરસાદને કારણે જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામ પાસેની સાબરમતી નદી બેકાંઠે વહેતી થઇ છે.

Share This Article