ખેડબ્રહ્મા મંદિરની સિક્યુરિટીનો મામલો

admin
1 Min Read

તાજેતરમાં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35એને નાબૂદ કરતા કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહી તેની તકેદારીના ભાગરૂપે દેશભરના યાત્રાધામોને સુરક્ષાદળોથી સજજ કરવામાં આવ્યા છે.

ત્યારે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરની સુરક્ષા ફકત પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી તેમજ જીઆરડીના હવાલે સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખાનગી સિકયોરિટી અને જીઆરડીના જવાનો પાસે ફકત લાઠી જ હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકો ઈચ્છી રહ્યા છે કે મંદિરને હથિયારી સુરક્ષા પુરી પાડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે કાતઁકી, ચૈત્રી અને ભાદરવી પુનમના દિવસે મહામેળો ભરાય છે તેમજ અન્ય પુનમના દિવસે ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી કાયમી દશઁનાથીઁઓ આવે છે તેમજ ભાદરવી પુનમ વખતે અંબાજી જતા પદયાત્રીઓ ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરે દશઁન કરીને આગળ વધતા હોય છે.

Share This Article