રાયગઢ પાસે આવેલ પુલ પાસે માટી ધોવાઈ….

admin
1 Min Read

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો પણ ભારે વરસાદ વરસશે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે. હિંમતનગરમાં ભારે વરસાદના પગલે રાયગઢ પાસે આવેલ પૂલ પાસે માટી ઘોવાવવાનો બનાવ સામે અવ્વ્યો છે. સિમેન્ટની દીવાલ નમી પડતા આ ઘટના બની છે. આ ઘટનાની તંત્રને જાણ કરવામાં આવી છે અને જો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો મોટી હોનારત સર્જાય શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર 8ના પૂલ જીદે માટી ધોવાઇ છે. માટીનું ધોવાણ થયા બાદ એમ.એચ.એ.આઈ દ્વારા બોર્ડ મુકવામાં આવ્યા હતા.

Share This Article