ભેસાણમાં તમામ જણસીઓની આવકો શરૂ, માર્કેટિંગ યાર્ડ કમિટી દ્વારા નિર્ણય લેવાયો

admin
1 Min Read

ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં સરકારના આદેશ અનુસાર અમુક નક્કી કરેલા વાર પ્રમાણે જણસીની હરરાજી સોશિયલ ડિસ્ટન્સ જાળવી કરવામાં આવતી હતી. પણ આ બાબતે ખેડૂતોમાં નિરાશા હોય ગામડેથી ખેતીનો માલ લઈ આવનાર ખેડૂતને  ખબર હતી નહીં. જેથી કઈ જણસીની હરરાજી છે અને કયો માલ લઈ આવવો આ બાબતને ધ્યાને લઈ યાર્ડના સતાધીશો  તેમજ કમિટી મેમ્બરો દ્વારા કલેકટરને રજુઆત કરતા કલેક્ટરના આદેશ અનુસાર યાર્ડના ચેરમેન સેક્રેટરી અને કમિટીં સભ્યોએ ખેડૂતના પ્રશ્નને તાત્કાલિક ધ્યાને લેવાતા  આવતી યાર્ડમાં તમામ જણસીની આવકો શરૂ કરવામાં આવશે.  ગામડેથી આવતા દરેક ખેડૂતો હવે યાર્ડ ખાતે  દરેક જણસી લઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવી હરરાજીમાં ભાગ લઈ માલ વહેંચી શકશે.

 

Share This Article