ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે ખરેખર દારૂબંધી છે ત્યારે એમ થાય કે, વારંવાર પોલીસ જ નહીં પરંતુ ખુદ જાહેર જનતા પણ દરોડા પાડીના દારૂના વેપલાને ઉઘાડો પાડી રહ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. પથુગઢ ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકમાં હલ્લાબોલ કર્યું છે. ગામમાં દારૂનું ખુલ્લેઆમ વેંચાણ થતુ હોવાનો આક્ષેપ કર્યો છે. વારંવાર પોલીસને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાના પણ જાહેર જનતા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હાવોનો આક્ષેપ કર્યા હતા. પોલીસ પાસે સુરેન્દ્રનગરની જનતાએ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. આ માટે ગ્રામજનોના ટોળે ટોળા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે દારૂ મારામારી સહિતના અનેક ગુનામાં પણ આ શખ્સોની સંડોવણી છે. dysp સહિતના અધિકારીઓએ ગ્રામજનોને કડક કાર્યવાહીની ખાતરી આપી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી.