વાંદીયોલ વસાહતમાં અજગર નજરે પડ્યો

admin
1 Min Read

જંગલોમાંથી વન્ય જીવો આસપાસના ગામડાઓમાં આવી જતા હોવાની ઘટનાઓના સમાચાર આપણે વાંચતા હોઈએ છીએ. ઉલ્લેખનીય છે કે ખોરાકની શોધમાં વન્ય જીવો ગામડાઓ અને શહેરો તરફ આવતા હોય છે. ત્યારે ઘણી વખત અજગર જેવા વન્ય જીવો પણ ગામડાઓમાં આવી પહોંચતા હોય છે.
ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વાંદીયોલ વસાહતમાં એક ખેડૂતના ખેતરમાં બાજરીના પાકમાં લગભગ 7 ફૂટ જેટલો અજગર જોવા મળતા દોડધામ મચી ગઈ હતી. આ વાતની જાણ થતા આસપાસના ખેડૂતો અજગરને જોવા માટે આવી પહોંચ્યા હતા. થોડીવાર માટે તો લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. ત્યાર બાદ વન વિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગના કર્મચારીએ આવી અજગરને ઝડપી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે લગભગ 7 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા અજગરને પકડતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાર બાદ આ અજગરને વનવિભાગ દ્વારા સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો.

Share This Article