લીંબડીમાં રોગચાળાએ લીધો ભરડો

admin
1 Min Read

છેલ્લા એક સપ્તાહથી હવામાનમાં પલટો આવતા ડબલ ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. લીંબડી શહેર અને ગ્રામ્ય પંથકમાં વાયરલ ઇન્ફેકશન દર્દીઓનો રાફડો ફાટ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વધુ પડતા દર્દીઓ નોંધાયા છે. જો કે વાયરલ ફિવર સાથે ખાનગી લેબોરેટરીઓમાં મેલેરીયા અને તાવના દર્દીઓ મળતા તંત્ર દોડતુ થયુ છે. લીંબડી પંથકમાં બેવડી ઋતુ શરૂ થતા શરદી, કફ, તાવ, સાદા મેલેરીયા જેવા વાયર ઇન્ફેકશન રોગચાળાએ ભરડો લીધો છે. ત્યારે લીંબડીના ધાર્મિક અગ્રણીને ડેન્ગ્યુ થતા તંત્ર પણ દોડતું થયું છે. છેલ્લા ત્રણ દિવસમાં લીંબડીના સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ તાવ શરદીના મળી આવ્યા છે. સાથોસાથ છૂટા છવાયા મેલેરીયાનાં કેસ પણ નજરે પડતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. સરકારી દવાખાનામાં એક દિવસમાં વાયરલ ઇન્ફેકશનનાં દર્દીઓ ઉમટી પડયા હતાં. ડેન્ગ્યુનાં મચ્છર જે જગ્યાએ ચોખ્ખા પાણીમાં અને દિવસનાં ભાગે વધારે જોવા મળે છે. મચ્છર ડેન્ગ્યુનાં દર્દીને કરડયા બાદ બીજાને કરડે તો ચેપ લાગી શકે છે. વાયરલ ઇન્ફેકશનમાં ખાસ કરીને ઠંડાપીણા, આઇક્રીમ તથા મીઠાઇ ઘીવાળા પદાર્થો ખાવા નહીં, વધારે પડતા પ્રવાહી અને સાદો હલકો ખોરાક લેવા અને ઇન્ફેકશન જણાય તો તબીબની સલાહ લેવી જોઇએ. તેવું ત્યાના ડોકટરો દ્વારા સલાહ આપવામાં આવી છે.

Share This Article