ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર આવ્યા

admin
1 Min Read

વરસાદે વડોદરા,ખંભાત,વાપી વગેરે સ્થળોને ઘમરોળ્યા બાદ હવે સાબરકાંઠા,બનાસકાંઠા અને મહેસાણા જીલ્લા ઉપર આશિવાઁદ સમાન સાબીત થયા છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ સાબરકાંઠા જીલ્લામાં મધ્યમ વગઁની જેમ વરસી રહ્યો છે. ખેડૂતો તથા આમ જનતામાં ખુશીની લકીર જોવા મળી રહી છે. બે દિવસથી સતત પડી રહેલા વરસાદથી યાત્રાધામ ખેડબ્રહ્માની હરણાવ નદીમાં આજે સવારે નવા નીર આવ્યા હતા. બંને કાંઠે વહેતી નદી જોવા માટે ખેડબ્રહ્માના નગરજનો ઉમટયા હતા. ખેડબ્રહ્માના જીવાદોરી સમાન ખેડવા ડેમની રુલ લેવલ સપાટી 258.25 છે જેમાં ઉપરવાસમાં વરસાદ પડવાથી હાલ 257.40 ફુટ જેટલો ડેમ ભરાઈ ગયો છે અને પાણીની વધુ આવક થશે તો નજીકના પાંચ ગામોના તળાવો ભરાશે તેવુ ખેડવા ડેમના ડેપ્યુટી એન્જીનીયર આર.વી. દાફડાએ ટેલીફોનીક વાતમાં જણાવ્યુ હતુ. જયારે વણજ ડેમ હાલ 324.95 ફુટ જેટલો ડેમ ભરાયો છે પણ હજુ 7 મીટર જેટલો ડેમ ભરાવવાનો બાકી છે તેથી વણજ ડેમમાંથી હાલ પાણી છોડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેવુ વણજ ડેમના ડેપ્યુટી એન્જીનીયર કીશોરીએ ટેલીફોનીક વાતમાં જણાવ્યુ હતુ. તકેદારીના ભાગરુપે ખેડબ્રહ્મા નગરપાલિકાએ નાના પુલ ના બંને છેડા કોડઁન કરી દીધા છે.

Share This Article