નેશનલ હાઇવે બન્યો ખાડાનો ભંડાર

admin
2 Min Read

સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતા અતિશય ખાડા ખડીયા વાડો બન્યો છે. હાઇવે પર અમુક જગ્યાએ ખાડાઓ પડ્યા છે તો અમુક જગ્યાએ રોડ પર થીગડા મારવામાં આવ્યા હતા. તે થીગાડાંઓ ઉપસેલા દેખાવા લાગ્યા છે જેના કારણે અત્યારથી હાઇવે જોખમી બન્યો છે. જો તમે ફાસ્ટ સ્પીડમાં કાર લઇને ડ્રાઇવ કરતા હોય તો જરાક સંભાળીને જ વાહન ચલાવજો નહી તો હાઇવે તમને દેખાય ગમે એટલો સુંદર પણ તમારા માટે જોખમી ખાડાઓ અને થીગડાં તમને પરેશાન જરૂર કરી મુકશે. એક તરફ ટોલ ટેક્સ ધરાવતો આ હાઇવે પહેલા અનહદ ખરાબ થઈ ગયો છે અને લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો વાહનચાલકો પણ હાઇવેની કામગીરી પર શંકા કરવા લાગ્યા છે. આ નેશનલ હાઈવે પર બે જગ્યાએ ટોલ ટેક્ષ આવે છે અને ટોલટેક્ષમાં પણ ધરખમ ભાવ વધારો છે પરંતુ હાઈવેની ગુણવત્તામાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. એક બાજુ સીક્સ લેનનુ કામ ચાલુ છે તો જ્યા પણ ડાયવર્ઝન અપાયા છે ત્યા પણ મોટા મોટા ખાડા પડી ગયા છે. ખાડાઓ પણ એટલી હદે પડી ગયા છે કે થોડા દિવસ અગાઉ ખાડામાં કાર પડવાથી ડીવાઈડર કુદી સામેના રોડ પર બાઈક સાથે ટકરાઈ હતી અને ત્રણ લોકોના મોત થયા હતા. તો અનેક વાહનચાલકોના ટાયર પંચર અને ટાયર ફુટવાના પણ બનાવો બની રહ્યા છે. તો કારમાં અને બાઈકમાં પણ નુકશાની થઈ રહી છે. હવે તો માત્ર લોકોની એક જ માંગ છે કે કાંતો ટોલટેક્ષ બંધ કરો. અને જો ટોલટેક્ષ લો તો હાઈવે સારો કરો. હવે તો જોવુ જ રહ્યુ કે એક બાજુ સરકાર બમકા મારે છે કે ગુજરાતના રસ્તાઓ સુંદર છે તો તમે જોઈ જ રહ્યા છો કે નેશનલ હાઈવે પર પડી ગયા છે ખાડા અને થીગડાઓ. જેને લઈ ને હાઈવેની મજા વાહન ચાલકોને માણવા મળતી નથી કારણ કે આ પ્રકારની પરિસ્થિતી જોઈને તો વાહનચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ટોલટેક્ષ ઉધરાવવા છતા પણ હાઈવે ખરાબ હોવાથી લોકોએ હવે તો ટોલટેક્ષ ભરવાની પણ ના પાડી દીધી છે અને જો કોઈ વ્યક્તિની અકસ્માતમાં મોત થાય છે તો તેની જવાબદારી કોણ લેશે તેવા આક્ષેપ પણ કરી રહ્યા છે.

Share This Article