મહિલા સશક્તિકરણ અંતર્ગત કાર્યક્મ યોજાયો

admin
1 Min Read

આશા વર્કર તથા આંગણવાડી કાર્યકર સાથે બેટી બચાવો, બેટી પઢાવો તથા ઘરેલુ હિંમસા અધિનિયમ તથા કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, મહિલાઓની છેડતી અને એનઆરઆઈ મેરેજ વિષય પર આ કાનુની જાગૃતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને જો કઈ મહિલા સાથે ખરાબ વર્તન થાય તો તેને બચવા શુ કરવુ જોઈએ અને કાયદાકીય અને પોલીસની મદદ કઈ રીતે લેવી જોઈએ તે પણ અહિ જણાવવામાં આવ્યુ હતુ. તો બહેનો માટે કેન્દ્ર સરકારે બનાવેલ નવા સ્ટોપ સેન્ટરની પણ સંપુર્ણ માહિતી અહી આપાઈ હતી. તો ઉન્નાવ રેપ કાંડ મામલે તેઓએ જણાવ્યુ હતુ કે હાલ તો આરોપીઓને પકડવામાં આવ્યા છે અને પીડીતાની સારવાર એઈમ્સ ખાતે ચાલી રહી છે તો આમાં રાષ્ટ્રીય મહિલા આયોગે પણ એક્સન લીધા છે અને રીપોર્ટ મંગાવી જે પણ કડકમાં કડક કાર્યવાહી થતી હોય છે તે કાર્યવાહી પણ કરાશે. તો આ મામલે મહિલા આયોગે પેલીસ કમીશનર પાસે રીપોર્ટ માગ્યો છે હજુ સુધી રીપોર્ટ મળ્યો નથી અને રીપોર્ટ મળશે તેમાં તમામ માહિતી મળશે તેવુ તો હાલ મહિલા આયોગના સભ્યએ જણાવ્યુ હતુ.

Share This Article