મહેસાણા-જિલ્લા પંચાયત ખાતે મહેસાણ તાલુકાના સરપંચોનો તાલીમ કાર્યક્રમ

Subham Bhatt
1 Min Read

મહેસાણા જિલ્લા પંચાયત હોલ ખાતે મહેસાણા તાલુકના સરપંચશ્રીઓના તાલીમ કાર્યક્રમમાં જિલ્લાપંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારે જણાવ્યું હતું કે ગામના સરપંચોની ઇચ્છા શક્તિથી ગામનો વિકાસથાય છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલ સ્વરાજ્ય થી સુરાજ્યના સ્વપનને સાકાર કરવાસૌએ સાથે મળીને કટિબદ્ધ બનવું પડશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમપ્રકાશે જણાવ્યું હતુંકે આ તાલીમ થકી ગામને વાયબ્રન્ટ બનાવી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અનુંરોધ કર્યો હતો.તેમણે ઉમેર્યું હતું કે ગામમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન રાખી ગામના આરોગ્યની ચિંતા કરવી આપણી ફરજ છે.

Training program for sarpanches of Mehsana taluka at Mehsana district panchayat

જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે સરંપચશ્રીઓનો માતા મરણ ઘટાડવા અને સ્ત્રીઓમાંલોહીનું પ્રમાણ વધે તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં સહયોગ આપવા જણાવ્યું હતું આ પ્રસંગેજિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાલાલભાઇ તેમજ કારોબારી ચેરમેન હરીભાઇ પટલે ગ્રામ વિકાસ સહિતઅનેક વિધ યોજનાઓના અમલીકરણ અંગેની સમજ આપી હતી સરપંચનો તાલીમાર્થી કાર્યક્રમમાંબાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઇ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમીબેન,State Institute of Rural Development (SIRD)ના તાલીમ આપનાર નિષ્ણાતો નીલાબહેન,ચંદુભાઇ,મહેસાણા તાલુકાના સરંપચશ્રીઓ, જિલ્લા પંચાયતના અધિકારીઓ,કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article