ચારે બાજુ ધૂળની ડમરીઓથી પ્રજા પરેશાન

admin
1 Min Read

સુરેન્દ્રનગર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ધૂળની ડમરીઓએ સમસ્યા વકરી રહી છે અને પ્રજા ને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય તેવી હાલો થવા પામી છે આ બાબતે સીનીયર સીટીઝન મંડળ દ્વારા જણાવ્યું હતું કે શહેરમાં ઊડતી ધુળ ની ડમરીઓ ને લઈને સાંજના સમયે વિઝિબિલિટી પણ ઓછી થઈ જાય છે સામે વાહન આવતા હોય તો જોવામાં પણ મુશ્કેલી પડે એટલી સમસ્યા છે ત્યારે પ્રદૂષણ નિયમન અધિકારીઓ કે અન્ય કોઈ અધિકારીઓનું ધ્યાન નહીં હોય તેમજ પાલિકા દ્વારા પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે ત્યારે આ સમસ્યા થોડા સમય પૂરતી જ હલ થાય છે આનો કાયમી નિકાલ કરવો જરૂરી છે તેમ જ પાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરવાથી એક તરફ સુરેન્દ્રનગરમાં લોકોને પીવા વાપરવાના પાણીની તંગી છે ત્યારે રસ્તા ઉપર પાણીનો છંટકાવ પણ પાણીનો દુરુપયોગ થતો હોવાનું અને આ બાબતે નક્કર પગલા લઈ રોડ-રસ્તાના કામ યોગ્ય કરવા સિનિયર સિટિઝન દ્વારા જણાવાયું હતુ તેમજ આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ હતી.

Share This Article