સોનગઢની બે પ્રાથમિક શાળા મર્જ ન કરવા રજૂઆત કરાઈ

admin
1 Min Read

થાનગઢ તાલુકાના સોનગઢ ગામે પ્રાથમિક શાળા અલગ અલગ વિસ્તારમાં 2 આવેલ છે.તેમાં ગુજરાત સરકાર ના આદેશ પ્રમાણે જે શાળામાં બાળકો ની સંખ્યા 100 થી નીચે હોય તે શાળા ને અન્ય જગ્યાએ મર્જ કરવી તો સોનગઢ શાળા નંબર – 2 મા હાલ 75 બાળકો ધો. 1-થી-7 માં અભ્યાસ કરે છે તો તે શાળા બંધ કરી ને સોનગઢ શાળા-1 મા મર્જ કરવાનો હુકમ કરેલ છે જો આવી રીતે થશે તો અમારી શાળા – 2 થી શાળા-1 નું અંતર આશરે અઢી કિ. મી. છે અને નાના બાળકો ત્યાં ચાલી ને જઈ શકે તેમ નથી અને આ બાળકો શિક્ષણ થી વંચિત રહે તેમ લાગી રહ્યું છેઅંહી ના બાળકો ના વાલી તમામ ખેતી અને ખેતમજુરી સાથે જોડાયેલા છે તો સોનગઢ શાળા – 2 બંધ ન થાય તે માટે તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે સરકાર શિક્ષણ અને વિધાર્થીઓ ના હિતમાં આ શાળા ચાલું રાખે તેવી વાલી અને સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે

Share This Article