સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતાપાર્ટી સંગઠન દ્વારા તમામ તાલુકાઓમાં કારોબારી સમિતિઓની સંરચના ના ભાગરૂપે વિજયનગર તાલુકા ભાજપના નવા પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક માટે પ્રદેશમંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સાંસદ દીપસિંહ રાઠોડ તથા તાલુકા પ્રભારી પ્રેમલભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ નટવરસિંહજી ભાટી, ઉમેદસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા પ્રમુખ ધીરુભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યકરોનું સંમલન યોજવામાં આવ્યુ હતું. જેમાં વર્તમાન ભાજપ તાલુકા કાર્યકારીના પ્રમુખ અને મહામંત્રી પદે મયુરભાઈ પોપટલાલ શાહ અને મહામંત્રી પદે જ્યંતિલાલ લદ્ધાભાઈ પટેલ અને માવજીભાઈ સંગ્રામભાઇ ડામોરની પુનઃ નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી. જે બદલ મયુરભાઈ, જ્યંતિભાઈ અને માવજીભાઈને જીવાજી અસારી, તેજાભાઈ પટેલ, પી. પી. પટેલ, જીતુભાઇ કટારા, જ્યંતિલાલ ઘોઘરાએ અભિનંદન આપ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
