51 શ્રમિકોને વતનમાં જવા મંજૂરી મળતા જ શ્રમિકો નાચવા માંડ્યા

admin
1 Min Read

સાબરકાંઠામાં મધ્યપ્રદેશના 51 શ્રમિકોને વતનમાં જવાનો માર્ગ મોકળો થયો છે. તેમજ શેલ્ટર હોમ ખાતે રોકાયેલા 51 શ્રમિકોને વતન જવા વહીવટી તંત્રે મંજુરી આપી છે. તેવામાં શ્રમિકો વતન જવા રવાના થયા છે. તેમજ મંજૂરી મળતા ખુશીથી લોકો નાચવા માંડ્યા હતા. મહત્વનુ છે કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજસ્થાન, એમપી તેમજ અનેક ગામડાઓમાથી લોકો શહેરમાં કમાવવા આવતા હોય છે.

ત્યારે આ માહામારીના કારણે લોકડાઉન જાહેર કરતાં પરપ્રાંતિયોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રોજ કમાઈને રોજ ખાતા લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ઘણા લોકો તો ચાલતા પોતાના વતન જવા રવાના થઈ ગયા હતા. તેવામાં પોલીસ દ્વારા તેમણે રોકવામાં આવ્યા હતા. જે બાદ સાબરકાંઠામાં મધ્યપ્રદેશના 51 શ્રમિકોને વતનમાં જવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ મંજૂરી મળતા જ લોકોની ખુશીનો પાર ન રહયો અને નાચવા માંડ્યા હતા.

Share This Article