પાટણમાં બજારમાં જોવા મળી શક્કરટેટી , ઉનાળાનાં ફળોનું થયું આગમન

admin
1 Min Read

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ આંતક મચાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર મચી જવા પામ્યો છે. તેવામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે કાળઝાળ ગરમી પણ લોકોની કસોટી કરી રહી છે. પાટણ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પાટણમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને આંબી ગયો હતો. જેના કારણે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. કોરોના વાયરસના કારણે જ્યાં એકબાજુ લોકડાઉન ચાલી રહ્યું છે અને ગરમીનો પારો પણ વધતો જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ત્યારે ઉનાળાની ઋતુમાં કેટલાક ફળોનું સવિશેષ મહત્વ રહેલું છે. તેવામાં ઉનાળામાં આવતી શક્કરટેટીમાં સર્કરાનું પ્રમાણ સવિશેષ રહેલું છે.

જેને કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘણા લોકોને ડીહાઇડ્રેશન થતું હોય છે. જેમાં શક્કરટેટી મહત્વનું ફળ સાબિત થાય છે. મહત્વનું છે કે, પાટણની બજારોમાં પણ આ ફળનું આગમન થયું છે. પાટણમાં ઠેર ઠેર બજારોમાં શક્કરટેટીઓ જોવા મળી છે.

Share This Article