પાટણમાં શ્રમિકો પોતાના વતન તરફ રવાના થયા , મામલતદાર દ્વારા કરવામાં આવી વ્યવસ્થા

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મહાવ્યો છે. આ કોરોના વાયરસનાં પગલે છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે આ લોકડાઉનના કારણે ઘણા શ્રમિકો પોતાના વતન જવા માટે અટવાયા હતા અને તંત્ર સામે મદદ માટે ગુહાર લગાવી હતી.

ત્યારે પાટણ જિલ્લામાં પણ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી પાટણમાં શેરડીના કોલા અને પાણીપુરીનો નાનો વ્યવસાય કરતા 122 પુખ્ત તેમજ સાત જેટલા બાળકો મળી કુલ 145 જેટલા પરપ્રાંતીય શ્રમિકો ફસાયા હતા. ત્યારે સરકારની મંજુરી મળ્યા બાદ પાટણ મામલતદાર કચેરી મારફતે તમામ મજુરોને પોતાના વતનમાં મોકલવામાં આવ્યા હતા.

જેમાં તમામ લોકોને પાટણથી એસ.ટી બસ મારફતે મહેસાણા રવાના કરવામાં આવ્યા હતા. જ્યાંથી તમામ લોકોને ટ્રેન દ્વારા પોતાના વતન મોકલવામાં આવશે. તેવામાં પાટણ મામલતદાર અન્સારીએ જણાવ્યું હતું કે, સરકારની સૂચના મુજબ તમામ પરપ્રાંતીયોનું ભાડું પરત આપવામાં આવ્યું હતું.

Share This Article