ડાયાબિટીસની વધારે પડતી સારવાર લેવાથી થાય છે નુકશાન

admin
1 Min Read

ડાયાબિટીસ એક એવી બીમારી છે કે તેની અવગણના ન કરી શકાય. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ ચિંતિત થઈને તેની વધારે પડતી સારવાર કરાવી લેતા હોય છે. તે દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. અમેરિકાના ‘માયો ક્લિનિક’મા થયેલાં રિસર્ચ મુજબ ડાયાબિટીસના દર્દીઓને તેમની વધારે પડતી સારવાર નુક્સાન પહોંચાડી શકે છે…….

‘માયો ક્લિનિક પ્રોસિડિંગ્સ‘ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ‘ડાયાબિટીસની વધું પડતી સારવારના કારણે દર્દીઓના શરીરમાંથી મહત્વના ગ્લુકોઝનો વ્યય થાય છે…..આ સ્ટડીના લીડ રિસર્ચર ડો. રોઝલીના જણાવે છે કે, ‘હાયપોગ્લાયસેમિયાએટલે કે ઓછું બ્લડ ગ્લુકોઝ એ ડાયાબિટીસની થેરપીની પ્રતિકૂળ અસર છે. તેનાથી ત્વરિત અને લાંબા સમયગાળાનું નુક્સાન થાય છે. તેનાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ વઘે છે અને દર્દીઓના મગજની રચનાત્મક શક્તિ ઘટે છે તેમજ જીવનશૈલી પર નકારાત્મક અસર પડે છે.આ અભ્યાસમાં સામેલ રિસર્ચર્સે એવું તારણ કાઢ્યું કે, ડાયાબિટીસની વધુ પડતી સારવાર કરવાથી હિમોગ્લોબિન A1Cનું લેવલ ઘટે છે. હિમોગ્લોબિન A1Cનું સ્તર એ 3 મહિનાના સમયગાળામાં વ્યક્તિનું એવરેજ બ્લડ સુગર છે.

Share This Article