પાણીની સરખામણીમાં ચા-દૂધ, સંતરાનો જ્યૂસ વધુ ફાયદાકારક

admin
1 Min Read

અમેરિકાની નેશનલ મેડિસિન એકેડેમીના જણાવ્યા અનુસાર, વયસ્ક મહિલાએ રોજનું ઓછામાં ઓછું બે લિટર, 691 મિ.લી. અને વયસ્ક પુરુષે ત્રણ લિટર, 696 મિ.મી. પાણી પીવું જોઈએ. પરંતુ સવારે, બપોરે, રાતે ભરપૂર પાણી પીવું એ શરીરને હાઈડ્રેટ કરવાની યોગ્ય પદ્ધતિ નથી.

ઉત્તર કેરોલિના રિસર્ચ કેમ્પસના ડિરેક્ટર ડેવિડ નિએમેને કહ્યું કે, અનેક બોટલ પાણી પીવાનો કોઈ અર્થ નથી. તે શરીરમાંથી બહાર જતું રહે છે……યુરિન સેમ્પલોનું વિશ્લેષણ કરવાથી જાણવા મળ્યું કે, ચા, દૂધ અને સંતરાનો જ્યૂસ પાણીની સરખામણીમાં શરીરને વધારે હાઈડ્રેટ કરે છે. તેનો અર્થ એ થયો કે,લોકો આ પીણાં પી શકે છે. એમિનો એસિડ, ફેટ્સ અને મિનરલ્સ લેવાથી શરીરને વધુ પાણી મળે છે….નિએમેનના રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે, કસરત પછી સ્પોર્ટ્સ ડ્રિંક કરતા એક કેળું ખાવું વધારે સારું છે. કોઈ ફળ સાથે પાણી પીવાથી ડિહાઈડ્રેશન વધે છે. વધારે ગ્લાસ પાણી પીવાના બદલે દર 20-30 મિનિટે થોડું પાણી પીવું વધારે લાભદાયી છે.

Share This Article