આહારમાં ફ્લેવેનોઈડ લેવાથી ઘટે છે કેન્સરનું જોખમ

admin
1 Min Read

રોજના ખાોરાકમાં ફ્લેવેનોઈડ (ફળો અને શાકભાજી)ની માત્રામાં વધારો કરવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકાયે છે. તાજેતરમાં થયેલ એક રિસર્ચમાં આ સામે આવ્યુ છે. આ રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોએ સ્થાપિત કર્યું છે કે, વધુ ફ્લેવેનોઈડ એટલે કે ફળ અને શાકભાજી ખાવાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગાના જોખમમાં ઘટાડો થાય છે.

તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો કે ફ્લેવેનોઈડના વધુ પડતા ઉપયોગથી કેન્સર જેવા રોગો સામે આરોગ્યનું રક્ષણ કરી શકાય છે કે નહીં. તેના માટે આ રિસર્ચમાં 50,000 થી વધુ લોકોને સામેલ કરાયા હતા. આ લોકો પર 2 દાયકા સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું. ‘નેચર કમ્યૂનિકેશન’ નામની જર્નલમાં પણ આ રિસર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિવિધ ફ્લેવોનોઇડ સંયોજનો જે જુદા જુદા પ્લાન્ટ આધારિત ખોરાક અને પીણામાં જોવા મળે છે, તેનું સેવન કરવું આવશ્યક છે. તે સરળતાથી એક કપ ચા, એક સફરજન, એક નારંગી, 100 ગ્રામ બ્લૂબેરી , અને 100 ગ્રામ બ્રોકોલીમાં મળી રહે છે.
‘ફ્લેવોનોઈડ્સ બળતરા વિરોધી હોવાથી અને રક્ત વાહિનીની કાર્યક્ષમતામાં સુધારો લાવતો હોવાથી , તે હૃદય રોગ અને કેન્સરના જોખમમાં ઘટાડો કરે છે.’

Share This Article