ડભોઈ નોબલ પબ્લિક સ્કૂલમાં જન્માષ્ટમીનું આયોજન , વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજ્યા…

admin
1 Min Read

–  દેશભરમાં જન્માષ્ટમીને લઈને મંદિરોમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં પણ વિવિધ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. જોકે, જન્માષ્ટમી પર્વ પર સ્કુલો-કોલેજોમાં રજા હોવાથી શુક્રવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈ ડભોઈ નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત નોબલ પબ્લિક સ્કુલ કેમ્પસ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી કૃષ્ણના જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

જેમાં મટકી ફોડ, ડાન્સ, રાસ-ગરબા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોરજુ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ડભોઇ ખાતે નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત નોબલ પબ્લીક સ્કૂલ સંકૂલ ખાતે ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓમાં હિન્દુ ધર્મના તહેવારોનું જ્ઞાન મળે અને તહેવારોની ઉજવણીનું મહત્વ સમજી શકે તે હેતુથી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયુ હતું. જેમાં આચાર્ય નિલેષભાઈ માયાવત, નયનાબેન પરમાર, તેમજ શાળા સંચાલક એ.એ.માધવાણીની ઉપસ્થીતીમાં દીપપ્રાગટ્ય કરી આરતી કરી મટકી ફોડ, રાસ, ગરબા, ડાન્સ, સહિતના વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

 

Share This Article