જાણો કેવી રીતે ઘટાડી શકાશે હાર્ટ અટેકના જોખમ

admin
1 Min Read

હાર્ટ અટેક એટલે કે હૃદયરોગનો હુમલો આવવાનાં અનેક કારણો છે. ઓબેસિટી, ડાયટ, હાયપરટેન્શન સહિત અનેક કારણો હૃદયરોગના હુમલા સહિત કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ સાથે સંકળાયેલાં છે.

ખોરાકમાં ‘વિટામિન D’ અને ફિશ ઓઇલનું સેવન કરવાથી હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે. અમેરિકામાં થયેલા એક રિસર્ચમાં આ વાત પુરવાર થઇ છે…….આ રિસર્ચ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં 26,000 લોકોને સામેલ કરાયા હતા. આ રિસર્ચમાં તમામ લોકો પર 5 વર્ષથી વધારે તેમના સ્વાસ્થ્ય અને ખાવાની આદતોનું અવલોકન કરવામાં આવ્યું હતું……આ રિસર્ચમાં પુરવાર થયું કે ફિશ ઓઇલ જેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે તેનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝનું જોખમ ઘટાડી શકાય છે…..2 વર્ષ સુધી કરવામાં આવેલા રિસર્ચમાં પણ પુરવાર થયું કે વિટામિન Dનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝનું જોખમ ઘટે છે.

Share This Article