ભરુચ-અંકલેશ્વરમાં ડી.પી ચોરીની ઘટનાઓને અંજામ આપનાર ઝડપાયો

Subham Bhatt
1 Min Read

ભરુચ જિલ્લાના અંકલેશ્વર માં ડી.પી ચોરીની ઘટનાઓને અંજામ આપી ચકચાર મચાવનાર બરકતઆખરે એક વર્ષ બાદ પોલીસ ની પકડમાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય અનેશહેરી વિસ્તારોમાં ડી.પી માં ડેમેજ કરી તેની ચોરી અંગેની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોયછે,અંકલેશ્વર તાલુકામાં અત્યાર સુધી અનેક ડી.પી ની તસ્કરોએ ચોરી કરી હોવાની પોલીસ ચોપડે ફરિયાદો દાખલ થઇ ચુકી છે.

In Bharuch-Ankleshwar, the perpetrator of DP theft was caught

ત્યારે હવે ક્રાઇમ બ્રાંચ ને ડી.પી ચોરીની ૧૦ જેટલી ઘટનાને અંજામઆપનાર ઇસમની ધરપકડ કરવામાં સફળતા મળી છે, અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલ ડી.પીચોરી અંગેના ૧૦ જેટલા ગુનામાં છેલ્લા એક વર્ષ થી વોન્ટેડ આરોપી બરકતઅલી કપૂર શાહ રહે,અરેઠગામ તા,માંડવી,જી સુરત નાને કિમ ખાતેની શિવ શક્તિ હોટલ ખાતેથી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.

Share This Article