બોડેલીમાં દુધ ડેરીને ગ્રામજનોએ કરી તાળાબંધી

admin
1 Min Read

 

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા ધોળીવાવ ગામે દુધ ડેરીના મંત્રી તેમજ પ્રમુખ દ્વારા ૨૦૦૭ થી એટલે કે લગભગ બાર વર્ષથી કોઇ જ વાર્ષિક સાધારણ સભા બોલાવીને એકાઉન્ટ પાસ નહી કરાવ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ડેરીને તાળાબંધી કરી હતી. ડેરીની સામે એકઠા થયેલા ગ્રામજનોએ ઉગ્ર સૂત્રો પોકારીને તંત્ર તેમજ જવાબદાર અધિકારીઓની સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી નજીક આવેલા ધોળીવાવ ગામે દુધ ડેરીને ગ્રામજનોએ તાળાબંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.  દૂધ સહકારી મંડળીના મંત્રી તેમજ પ્રમુખ દ્વારા ૨૦૦૭થી આજ સુધી કોઇ જ કાર્યવાહી કરી નથી. લગભગ બાર જેટલા વર્ષ વિત્યા બાદ પણ  સાધારણ સભા નહી કરવાનો તેમજ યોગ્ય હીશાબ નહી આપવાનો ગ્રામજનોએ પ્રમુખ – મંત્રી પર આરોપ લગાવ્યો છે.આ મામલે ગ્રામજનોએ લાગતા વળગતા અધીકારી – કર્મચારી,  જીલ્લા રજીસ્ટ્રાર, ડેરીના એમ.ડી તથા પ્રમુખ, દૂધ શીત કેન્દ્ર અલહાદપુરા સહીતનાઓ ને વારંવાર રજુઆત કરવા છતા કોઈ નિકાલ ના આવતા ગ્રામજનોએ ધોળીવાવ ડેરી પર હલ્લો કરી તાળાબંધી કરી હતી.

Share This Article