સાબરકાંઠા-વડાલીમાં આકરી ગરમી વચ્ચે ૧૦૮ વરદાનરૂપ સાબિત થઈ

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આકરી ગરમી વચ્ચે ૧૦૮ વરદાનરૂપ સાબિત થઈ છે.  સાબરકાંઠાજિલ્લાના  વડાલી કાળઝાળ ગરમીએ જનજીવનને બેહાલ બનાવ્યું છે. સાબરકાંઠા જિલ્લા સહિતવડાલી તાલુકામાં માર્ચ અને એપ્રિલ માસમાં આકરી ગરમીએ જનજીવન ને પ્રભાવિત કરી દીધું છે ત્યારેશહેરમાં તાપમાન નો પારો  ૪૩ ડિગ્રી ને પાર આંબી ગયો છે.સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની૧૦૮ આકરી ગરમી વચ્ચે વરદાનરૂપ સાબિત થઈ છે. વડાલી તાલુકામાં એપ્રિલ માસમાં કાળઝાળ  ગરમી વચ્ચે ૧૦૮ ને માત્ર ૩૦ દિવસમાં ૨૧૮ કોલ મળ્યા હતા.

Amidst scorching heat in Sabarkantha-Wadali, 108 proved to be a boon

વડાલી તાલુકાની ૧૦૮ના પાયલોટ મેલાભાઈ અને ઈ.એમ.ટી જ્યોત્સનાબેન ના જણાવ્યા અનુસારવડાલી તાલુકામાં ૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ દરમિયાન ૧૦૦ જેટલી ડિલિવરી તેમજ અકસ્માત અનેઅન્ય બીમારીઓના ૧૧૮ કોલ એમ કુલ મળી માત્ર ૩૦ દિવસમાં ૧૦૮ ને ૨૧૮ કોલ મળ્યા હતા.જેમાંવડાલી તાલુકાના ૧૦૮ના પાયલોટ મેલાભાઈ અને રવિન્દ્રસિંહ તેમજ ઈ.એમ.ટી જ્યોત્સનાબેન અને મુકેશભાઈ ની સરાહનીય કામગીરી વચ્ચે તાલુકાની ૧૦૮ વરદાનરૂપ સાબિત થઈ છે

Share This Article