જુનાગઢ-માળીયા હાટીનામાં આગેવાનોએ મુક્તિધામની મુલાકાત લીધી

Subham Bhatt
2 Min Read

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં આગેવાનોએ નવનિર્મિત મુક્તિધામ બનાવવા મુક્તિધામ ની મુલાકાત લીધી, મુક્તિધામ બનાવવા માટે શું શું સવલતો ની જરૂરિયાત છે તેનું આગેવાનો દ્વારા  સર્વે કરવામાં આવ્યું. માળીયા હાટીના માં તાજેતર માં સસંદ રાજેશ ચુડાસમા, જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધ ના પ્રમુખ લક્ષ્મણભાઇ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ ભાઈ સીસોદીયા, ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઇ સીસોદીયા, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સીસોદીયા, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મહેન્દ્ર ભાઈ ગાંધી , હમીર સિંહ સીસોદીયા સહિત ના આગેવાનો એ માળીયા હાટીના જર્જરીત મુક્તિધામ હોવાથી એક બેઠક બોલાવી હતી જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, સંસદ સભ્ય સહિત ના આગેવાનો એ ગ્રાન્ટ ની જાહેરાત કરી હતી.

Leaders visit Muktidham in Malia Hatina

દરેક સમાજ ના આગેવાની એક સમિતિ બનાવવા નું પણ નક્કી કરવામાં આવ્યું હતું.  આ તકે આજે આગેવાનો એ મુક્તિધામની જગ્યા પર રૂબરૂ સ્થળ ખરાઈ કરવામાં આવી છે અને નવનિર્મિત મુક્તિધામ બનાવવા માટે લોકો શું શું સવલતો ની જરૂરીયાત છે. તેની માપ સાઈઝ સહિત ની ઈન્જીનીયર સાથે આગેવાનો એ એસ્ટીમેન્ટ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

Leaders visit Muktidham in Malia Hatina

દરેક સમાજ ના દાતાશ્રીઓ એ, આગેવાનો અને યુવાનો એ આગળ આવવા ની જરૂર છે અને સાથ સહકાર આપવો જોઈએ ખાલી મુક્તિ ધામ માં આવી ને મોટી મોટી વાતુ કરવાથી થતું નથી પરંતુ મુક્તિ ધામ માં એક સમયે દરેક લોકોએ જવાનું હોય છે ત્યારે મુક્તિ ધામ માં દરેક લોકોના બહાર ગામ થી મહેમાન આવતા હોય છે. તેથી મુક્તિ ધામ આપણું નાક છે . માટે હવે દરેક સમાજ ના આગેવાનો અને દાતા શ્રીઓ ને જાગવાની જરુંર છે અને આગળ આવવાની જરૂર છે. આગામી દિવસો માં દરેક સમાજ ના આગેવાનો જાગશે નહિ તો તેમની પ્રતિષ્ઠા ખરડાઇ નહિ તેની તકેદારી ગ્રામજનો એ રાખવી પડશે

Share This Article