પાટણ-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અવાર નવાર ગટર થાય છે ચોકઅપ

Subham Bhatt
2 Min Read

પાટણ શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં પાલિકા દ્વારા કરોડોનાં ખર્ચે ભૂગર્ભ ગટર યોજના કાયૅરતબનાવવામા આવ્યા બાદ તેની સધળી જવાબદારી કોન્ટ્રાક્ટરેને સોંપવામાં આવી છે, પરંતુ ભૂગર્ભ ગટરનાં કોન્ટ્રાક્ટરનીબેદરકારીના કારણે અવાર નવાર શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરલાઈન ચોક અપ બનવાનાં કારણે દુષિત પાણીનીનદીઓ વહેતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે શહેરના વોર્ડ નં 10માં આ સમસ્યાનો નિકાલ કરવામાં આવેએવી સ્થાનિક લોકોની માંગ છે. શહેરના વોર્ડ નં 10 માં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ચોક અપ બનવાની સાથે સાથેભૂગર્ભ ગટરમાં ભંગાણનાં બનાવો સજૉતા અવાર નવાર આ વિસ્તારના માર્ગો પર દુષિત પાણીની નદીઓ વહેતા વિસ્તારના રહીશો સહિત માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો સાથે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Due to negligence of Patan-contractor, gutters are choked from time to time

તો દુષિત પાણીનાં કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ પ્રબળ બની રહી હોય પાલિકા સત્તાધીશો શહેરમાં અવાર નવાર ઉભરાતીભૂગર્ભ ગટર ની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ સાથે પાલિકા સત્તાધીશો સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. એઝાંઝમન્સૂરીએ જણાવ્યું હતું કે, અમારા કાલીબજારથી સિદ્ધિ સરોવર રોડ ઉપર અવાર નવાર ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ બનવાનાકારણે ગટરનું દુર્ગાધ મારતું પાણી રોડ પર વહે છે. જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચલકોને તેમાં થઈનેપસાર થવું પડે છે. જેને લઇ હલકી ભોગવી પડી રહી છે. તો પાલિકા દ્વારા સત્વરે નિકાલ કાયમી આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે એવી માંગ છે.

Share This Article