સાબરકાંઠા- ખેતરોની વચ્ચેથી સિંચાઇની પાઇપ લાઇન માટે ખોદકામ

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠાના હિંમતનગરના દેસાસણ ગામના ખેડૂતોની પુરાલના સીમાડામાં  આવેલા ખેતરો ની વચ્ચેથી સિંચાઇની પાઇપલાઇન માટે ખોદકામ કરતા નુકશાન થવાની ભીતી સર્જાઈ છે જેને લઈને ખેડૂતોએ વળતર માટે લેખિત માંગ કરી છે. સાબરકાંઠાજીલ્લામાં હિમતનગર તાલુકાના દેસાસણ ગામના ખેડૂતોની પુરાલના સીમાડામાં જમીન આવેલી છે જ્યાં ખેડૂતો વાવેતર કરતાહોય છે તો ગામના ૨૦ ખેડૂતોની ૪૦ વીઘા જમીન આવેલ છે.જેમાં ૨૦ ખેતરમાં વચ્ચેથી સિંચાઈ માટે સબ માયનોર કેનાલમાંથી પાઈપ લાઈન થકી પુરાલ સુધીનું કામ ચાલી રહ્યું છે ત્યારે હાલમાં ખેડૂતોએ કેટલાક ખેડૂતોએ મરચા,શેરડી નું વાવેતર કરેલ છે તો ૨૨ નંબરની મગફળીના વાવેતર કરવા માટે ખેતર પણ ગારવણ કર્યું હતું

Sabarkantha - Excavation for irrigation pipeline between farms

જેની પાછળ ખર્ચ પણ કરેલ છે.દરમિયાન સિંચાઈની પાઈપ લાઈન માટેની પાઈપ લાઈનનું ખોદકામ ખેતર વચ્ચેથી પાચ ફૂટ ઊંડું કર્યું છે જેથી ખેડૂતોને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે જેમાં ખોદકામ કરવાને લઈને નીચેની માટી ઉપર આવી જતા ઉપજ આપતું ખેતર માં બિન ઉપજાઉ થવાની ભીતિ સર્જાઈ છે જેને લઈને ખેડૂતોએ હવે જીલ્લા કલેકટરને થયેલ નુકશાનનું વળતર ની માંગણી માટે લેખિત માંગ કરી છે.

Share This Article