પાટણ- મહિલા મોરચા દ્વારા મેડીકલ અને સોનોગ્રાફી નિઃશુલ્ક આયોજન

Subham Bhatt
1 Min Read

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ રાજ્યના 579 મંડળોમાં ત્રણથી સાત માસના સગર્ભા મહિલાઓનું મેડીકલ અનેસોનોગ્રાફી નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પાટણ શહેરના પાલિકા બજાર રોડ ઉપર આવેલ ખાનગીહોસ્પિટલમાં પાટણ જિલ્લા ડોક્ટર અને પાટણ જિલ્લા મહિલા મોરચા દ્વારા 3 થી 7 માસના સગર્ભા મહિલાઓને સોનોગ્રાફીઅને મેડિકલ ચેકઅપ તેમજ જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટણના ગાયનેક ડોક્ટર દ્વારા મહિલાઓને જરૂરી સારવાર આપી હતી.

Patan- Free medical and sonography organized by Mahila Morcha

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈએ જણાવ્યું હતું કેસેવા હી સંગઠનએ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ છે જેના ભાગરૂપે આજે પાટણ શહેરમાં સગર્ભા મહિલાઓ માટેનિઃશુલ્ક મેડિકલ ચેકઅપ અને સોનોગ્રાફી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં પાટણ સહિત આજૂબાજૂના ગામડાઓની મહિલાઓએ આ સેવાનો લાભ લીધો હતો.મહિલા મોરચા અને ભાજપ ડોક્ટર સેલ દ્વારા સુંદરઆયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું

Share This Article