સાબરકાંઠા- હિંમતનગરમાં રૂ ૭૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે તાપસ હાથ ધરી હતી. જેમાં ૭૫ લાખની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.  પોલીસની અલગઅલગ ટીમ બનાવીને ગણતરીના દિવસોમાં પોલીસે પિતા અને પુત્રને ઝડપી લઈ સાથે મુદ્દામાલ પોલીસે કબજે લીધા હતા.મહેતાપુરા વિસ્તારમાં રહેતા અને સાગા ભાઈના ઘરમાં મોટી ચોરી થઈ હતી. જોકે પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું હતું. હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એક મકાનમાં ઘરફોડ ચોરી થઈ હતી.

Sabarkantha: A case of theft of Rs 5 lakh has been resolved in Himmatnagar

જોકે  મનીશકુમાર સોનીએ પરિવાર સાથે ઘરમાં બંધ કરીને લગ્ન પ્રસંગે રાજસ્થાન ગયા હતા. તે મોડી રાત્રે પિતરાઈ ભાઈ અનેભત્રીજાએ ચોરી કરી હતી. જોકે પિતરાઈ ભાઈના ઘરમાં પિતા અને પુત્રએ ધાબા પર લોખંડની ગ્રીલથી સળિયા તોડીને ઘરમાંપ્રવેશ કર્યો હતો. જેમાં અલગ અલગ રૂમમાં સોના, ચાંદી સહિત રોકડની ચોરી કરી હતી. ત્યાર બાદ તે ધાબા પરથી દોરડા વડેપ્રવેશ કર્યો હતો. તે જ રીતે બહાર નીકળી ગયા હતા. જોકે મનીશકુમાર સોનીએ લગ્ન પ્રસંગેથી પાર્ટ આવતા ઘરમાં સરસામાન વિરવિખેર પડ્યો હતો. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ મથકે ૭૫ લાખની ફરિયાદ નોંધાવી હતી.

Share This Article