સાબરકાંઠા- મહેસાણાથી શામળાજી નેશનલ હાઈવેને મંજૂરી મળતા જ વિરોધના વંટોળ ઉપડ્યા

Subham Bhatt
3 Min Read

નેશનલ હાઈવે નિર્માણ કેન્દ્ર દ્રારા મંજુરી મળી છે જેમાં મહેસાણા થી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણ થનાર છે તોમંજૂરી મળતાં જ વિરોધ પણ શરૂ થયો છે. ખેતી પર નિર્ભર ખેડૂતો જમીન વિહોણા થવાને લઇ ખેડુતો અલગ અલગ જગ્યાએવિરોધ સાથે રજુઆત પણ કરી રહ્યા છે.. આમ તો સાબરકાંઠા જીલ્લો ખેતી સાથે સંકડાયેલો છે જેમાં સ્થાનિકો મુખ્યત્વે ખેતીઅને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરે છે. એક તરફ કુદરતનો કહેર તો અપુરતુ પાણી અને ઓછો વરસાદ છતા પણ ખેડુતો ખેત પેદાશનું ઉત્પાદન કરી રહ્યા છે.. તો અહિ તો પરિસ્થિતિ જ એવી થઈ છે કે ખેડુતો માટે ખેતર જ નહિ રહે કારણ કે
મહેસાણા શામળાજી નેશનલ હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી છે જે હાઈવે વાયા ઇડર થઈને પસાર થાયછે ત્યારે ઇડર તાલુકાના ૧૦ થી વધુ ગામડાઓમાંથી હાઇવે પસાર થઈ રહ્યો છે. પરંતુ હાઇવે બનવાની સાથે ખેડૂતોની ખેતરસંપાદિત થઈ રહી છે. દસ ગામોના ૩૨૦ કરતા પણ વધુ ખેડૂત ખાતેદારોની જમીન રોડમાં સંપાદિત થઈ રહી છે જે પૈકીના ૧૫કરતા વધુ ખેડૂતોને તો તમામ જમીન રોડમાં સંપાદિત થઈ જાય છે તો કેટલાકના ખેતર કપાય છે કેટલાકના તબેલા તો કુવાઓ પણ જતા રહે છે જેથી હાલ તો ખેડુતોમાં પણ રોષ જોવા મળ્યો છે.

Sabarkantha-Mehsana to Shamlaji National Highway

જ્યારથી આ હાઈવે ની મંજુરી મળી છે ત્યારથી જ ખેડુતોએ વિરોધ તો શરૂ કર્યો છે પરંતુ આવેદન આપી રજુઆતો પણ કરી છે તો આજે ઇડર તાલુકાના મણીઓર, સદાતપુરા, સાપાવાડા, લાલોડા, સવગઢ, છાવણ, બુઢિયા, વાસડોલ, બડોલી ના ખેતરમાલિકો એકઠા થયા હતા સાથે મીટીંગ પણ યોજી હતી તો આગામી સમયમાં પોતાની જમીન બચાવવા માટે ની રણનીતિ નક્કી કરવામાં આવી હતી… એક તરફ ઇડર શહેરને વર્ષોથી બાયપાસ ની માગ છે પરંતુ એ માગ પુરી કરવામાં આવતી નથી તો સામેનવીન હાઇવે ની જરૂરિયાત ના હોવા છતાં બનાવવામાં આવી રહ્યો હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહયા છે… આ ખેતર માલિકોઅલગ અલગ ગામડાઓમાં મીટીંગ કરી રહ્યા છે તો સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને મળી પણ રજુઆત કરવામાં આવીહતી આ ઉપરાંત આગામી સમયે જીલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવશે અને ત્યારબાદ પણ સુખદ અંત નહીં આવે તોગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે… તો સામે વિધાનસભા ની ચુંટણી આવી રહી છે ત્યારે ચુંટણી બહિષ્કાર પણ કરી શકે છે…

Share This Article