પાટણ- હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વહીવટી કામ સાથે સંકળાયેલા કર્મચારીઓનું વેકેસન

Subham Bhatt
1 Min Read

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર વહીવટી કામ સાથે સંકળાયેલા કર્મચારીઓનું ચાર દિવસીય મીનીવેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇ વહીવટી કામના કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.રાજ્યનાશિક્ષણ વિભાગમાં માર્ચ એપ્રિલમાં શૈક્ષણિકનું બીજુ સત્ર પૂર્ણ થતાં તમામ શૈક્ષણિક સ્ટાફનું 35 દિવસીય ઉનાળુ વેકેશન જાહેરકરવામાં આવે છે. જો કે યુનિવર્સિટીઓમાં વહીવટી કામના ભારણને લઈ બિનશૈક્ષણિક સ્ટાફને વેકેશનની રજાઓની મજામાણવા મળતી ન હતી.

Vacation of employees involved in administrative work in Patan-Hemchandracharya University

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં ચાલી રહેલ શૈક્ષણિક સ્ટાફનાકર્મચારીઓની સાથે સાથે બિનશૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓ પોતાના પરીવારજનો સાથે વેકેશનની મજા માણી શકે તે માટેકુલપતિની સત્તામાં આવતી પાંચ જેટલી સ્થાનિક રજાઓને બીનશૈક્ષણિક સ્ટાફ માટે તા.9 જૂનથી 12 જૂન સુધી 4 દિવસીયમીની વેકેશનનો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેને લઇ તા.9 અને 10 જુન દરમ્યાન યુનિવર્સિટીનું તમામ વહીવટીકામકાજ બંધ રહેશે. ત્યારે યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ મીની વેકેશનને લઇ બિન શૈક્ષણિક સ્ટાફના 270 જેટલા કર્મચારીઓ
પોતાના પરીવારજનો સાથે આનંદો માણશે.

Share This Article